STORYMIRROR

Ramesh Patel

Drama

4.7  

Ramesh Patel

Drama

મૈત્રી તું રે

મૈત્રી તું રે

1 min
809


મૈત્રી તું રે,…..


મન મેળાપતણી મોટાઈ,

ભીતરની ભાવભરી શરણાઈ,

 

રંક સુદામા, રાય શ્રીકૃષ્ણજી,

ભાવ સખાના અભય હરખાઈ,

બીન મિત્રતા જીવનની અધૂરાઈ,

ભીતરની ભાવભરી શરણાઈ,

 

કેવી ટાળી જ શંસય દુવિધાઈ,

વદત, સુણ અર્જુન સખા જદુરાઈ,

મુખ યોગેશ્વર ગીતાજી મલકાઈ,

ભીતરની ભાવભરી શરણાઈ,

 

હોય ખુશાલી કે મહા વિપદાઈ,

સાથ મળે ભેરૂ, ભવ હરખાઈ,

વિશ્વાસ ભરી તું ગરવી સચ્ચાઈ,

ભીતરની ભાવભરી શરણાઈ,

 

ધન્ય ભાઈબંધી!

છલકતી સ્નેહભરી મધુરાઈ,

ભીતરની ભાવભરી શરણાઈ (૨)


Rate this content
Log in

Similar gujarati poem from Drama