Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MANILAL ROHIT

Inspirational

3  

MANILAL ROHIT

Inspirational

માવતરની માયા

માવતરની માયા

1 min
183


મીઠાં ટહુકા ને મીઠા બોલ છે રે લોલ,

માવતરની માયા ઘણી હોય રે,

માવતરની હૂંફ પછી નહીં મળે રે લોલ.


હસતા મોંઢે વેઠી વેદના રે લોલ,

પીડાનો હતો નહીં પાર રે, માવતરની...


દુઃખી દેખીને રડતી આંખડી રે લોલ,

વેદનાનો નહીં કોઈ પાર રે, માવતરની....


બાધાઓ રાખી ઘણી આકરી રે લોલ,

દુઃખો વેઠ્યાં છે અપાર રે, માવતરની....


લાગણીથી ભર્યો સમંદર છે રે લોલ,

હૈયામાં હેત છે અપાર રે, માવતરની....


દેવું કરીને ઓરતા પૂરા કર્યા રે લોલ,

ઘડપણમાં બનજો આધાર રે, માવતરની.....


લાડી બેઠી ને ગાડી ઊપડી રે લોલ,

માવડીની લેજો સંભાળ રે, માવતરની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational