માટીનો સૂર
માટીનો સૂર
સાત સૂરોની આગેવાની આજ
દીદીની યાદ બની ગઈ,
તિરંગો સલામી ભરતો આજ
દેશની માટીનો સૂર યાદ બની ગયો,
સૂરોની બાજી ફરી ગઈ આજ
વસંતી વાયરો ફિક્કો પડી ગયો,
દેશ નમ પડી ગયો આજ
સૂર ફિક્કો પડી ગયો,
વાત હતી સુરીલા જીવની આજ
પંચ ભૂતમાં સૂર ભળી ગયો,
સરસ્વતી આપેલો કંઠ આજ
આજ સ્વર્ગમાં તારો બની ગયો.
