STORYMIRROR

Varsani Sanjna

Others

4  

Varsani Sanjna

Others

સખી!!આજ મેવલિયો

સખી!!આજ મેવલિયો

1 min
317

અમ આંગણે મેવલિયો રમ્યો

ટપ ટપ પાણીમાં લથ - બથી


મેવલિયો સંતાકૂકડી રમતો રમતો આયો

ભાઈબંધ વાદલડીયાને ઘેરતો આયો


મોરના આનંદમાં ઘુમર રમતો આયો

નદી-નાળા ભરવા ભમતો આયો


નભના દરવાજે ખડખડાટ હસતો આયો

જળના લોટેલોટા ભરતો આયો


મેવલિયો આજ સંગીતમય સાંજ માણવા આવ્યો

મેવલિયો આજ ડાયરો મણવાં આયો


માણહની ખુરશીમાં ગુથવા આયો

ભૂમિને લીલી ચાદર ઓઢાડવા આયો


આજ પ્રેમીઓનાં મનને ભીંજાવ આયો

મેવલિયો આંગણે રમવા આયો


Rate this content
Log in