કવિ વ્યથા
કવિ વ્યથા
કવિ જગતમાં બધાની કાવ્ય રચે પણ
ક્યાંક પોતાની કવિતા કંડારતો,
કવિ પોતાનું હૃદય ધ્રૂજવી નાખે.....!
ભલે કવિ રોજ બીજાની કવિતાને મળે પણ
કયાંક પોતાના શબ્દો વીંધી નાખે ...!
નવા શબ્દો રોજ આંગણે મળતા હોય પણ
ક્યાંક પોતાના શબ્દો જ વિખેરાઈ જાય....!
કવિની કલમ જ દુનિયાને રંગ આપે પણ
ક્યાંક પોતાની દુનિયાના રંગ ભૂસાઈ જાય...!
વ્યથા તો નથી કહેવાતી મારાથી પણ
ક્યાંક શબ્દો જ વ્યથા બની જાય ...!
