કૃષ્ણ મળે તો પૂછી લઉં
કૃષ્ણ મળે તો પૂછી લઉં
કૃષ્ણ મળે તો પૂછી લઉં
બાર વાગ્યે રાત્રે આવીશ ને,
કા'ના
તારી ગાયો રોવે છે
તારા નિર્દોષ ભક્તો ઝંખે છે
ક્યાંક તને પામવાના શ્વાસ પોકારાય છે,
હે માધવ !
અહીં રાધા તો નહીં મળે
અહીં ગોપીઓ નહીં મળે
અહીં સુદામો નહીં મળે
અહીં અર્જુન નહિ મળે,
અહીં ફક્ત !
મોબાઈલનો ભલો માણહ,
રોજ સ્વાર્થના નામનું દાન કરશે
તેવો સમયનો બાજીગર મળશે !
હે દેવકીનંદન !
કાલે તું આવી જા... !
કેટલીયે દ્રોપદીના ચીર પૂરવાના બાકી છે
કેટલાય સુદામાને ભોજન કરાવવાના બાકી છે
કેટલાય ભક્તો તારા નામ જપે છે,
હવે ,
મારી કવિતા અને પંક્તિ પોકારે છે
મારી કલમ નારાજ થઈ કદમ્બના ઝાડ નીચે રિસાઈ બેઠી છે.
