STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract

3  

Prakruti Shah 'Preet'

Abstract

માતૃભાષા

માતૃભાષા

1 min
228

માનાં ગર્ભમાં શીખાય જે ભાષા,

એ જ આપણી માતૃભાષા,


અજ્ઞાનીનાં 'અ' થી જ્ઞાનીનાં 'જ્ઞ' માં,

ઘૂઘવે શબ્દોનો અફાટ દરિયો,


નહીં એમાં ભાવ ઊંચનીચનો,

છતાં પણ ભાવ જળવાય સન્માનનો,


વ્યાકરણ અને જોડણી છે પાયાનાં નિયમો,

સાથે છલકાવો ભાવ અભિવ્યક્તિનો,


ગૌરવવંતી માતૃભાષા છે મારી,

જેણે સમજાવ્યો વૈભવ વિચારોનો,


ગર્વ છે મને એના વાહક બનવાનો,

માતૃભાષાના મશાલચીઓ સંગે,


સ્વપ્ન જોવાની હોય જે ભાષા,

એ જ આપણી માતૃભાષા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract