મારૂં સપનું
મારૂં સપનું
મને એક સપનું આવ્યું,
સપનામાં એક છોકરો,
મોજીલો ખૂબ મસ્તી કરતો,
અજબ ગજબના સવાલ પૂછતો,
રોજ નવા પુસ્તકો વાંચતો.
એક દિવસ એ પુસ્તકની દુનિયામાં ખોવાઈ ગયો,
પૂછે આજુબાજુ નજર કરી, હું ક્યાં આવી ગયો ?
રંગબેરંગી પતંગિયા પર સવાર થયો,
ઊડીને નગરીમાં ફરવા લાગ્યો.
સામે આવ્યા ચંપક, ચાચા ચૌધરી અને ચાંદામામા,
એમની સાથે મસ્તી કરી હસવા લાગ્યો,
આગળ જુએ તો ઉભા હતા ચતુર બીરબલ,
એમને અજાયબ પ્રશ્ર્નો પૂછવા લાગ્યો.
સપનામાં હું હસવા લાગ્યો,
મને એક સપનું આવ્યું,
સપનામાં એક છોકરો,
