STORYMIRROR

Tirth Soni "Bandgi"

Children

4  

Tirth Soni "Bandgi"

Children

મારું ટેડી મારા ડેડી

મારું ટેડી મારા ડેડી

1 min
322

એ નિશાની આપની

મેં ખૂબ સાચવીને રાખી છે

હૈયે લગાડી રાખી છે


મેં બાહોમાં જકડી રાખી છે

મેં ખૂબ સાચવી ને રાખી છે

છાતીથી વળગાળી છે,

મેં ખૂબ સાચવીને રાખી છે

એને આપનું રૂપ હું માનું છું

મારા બાળપણની યાદી છે

મેં ખૂબ સાચવીને રાખી છે

છે સંભારણું સ્મરણોનું મારું ટેડી


ડેડીની આખરી નિશાની છે

મેં આપની અનુપસ્થિતિમાં,

એની બાહો અશ્રુ થી પલાળી છે

મેં ખૂબ સાચવીને રાખી છે


મન હો અશાંત, કે થાવ નિરાશ,

એને ઉર મુજ શાંતિ સ્થાપી છે

આપના પ્રેમ ભરી સોગાદ પિતાજી

હજુ મેં ખૂબ સાચવીને રાખી છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children