મારું ગામ
મારું ગામ
સુંદર મજાનું સોહાય, ગામ મારું કેવું મજાનું,
સીમલક નામનું ગામ મારું,
ગામ મારું કેવું મજાનું...
ગામને પાદરે છે સુંદર તળાવ,
દેખાય લીલી વનરાય ચોતરફ,
ગામ મારું કેવું મજાનું...
ગામની વચ્ચે છે મોટી નિશાળ,
થાય જીવનનું ઘડતર,
ગામ મારું કેવું મજાનું...
ગામને મધ્યે છે એક મસ્જિદ,
થાય ઈબાદત રોજેરોજ ખુદાની,
ગામ મારું કેવું મજાનું...
ગામની વચ્ચે છે પંચાયત ઘર,
થાય સમસ્યાનું સમાધાન,
ગામ મારું કેવું મજાનું...
ગામમાં વસે છે સેવાભાવીઓ,
થાય સેવા માટે હરહંમેશ તૈયાર,
ગામ મારું કેવું મજાનું...
રહે છે ગામનાં લોકો સંપીને,
થાય દુ:ખમાં સૌ સંગાથ,
ગામ મારું કેવું મજાનું...
વાત છે નિરાલી મારા ગામની,
થાય સૌ કોઈને ઓળખાણ,
ગામ મારું કેવું મજાનું...
અરે! આ જ તો છે 'સીમલક' ની પહેચાન,
થાય મન સૌ કોઈને આવવાનું,
ગામ મારું કેવું મજાનું...
