મારો વાલમ સૌથી નિરાળો
મારો વાલમ સૌથી નિરાળો
હર પળે સાથ આપે છે મને મારો વાલમ,
પીડામાં પણ સાથ આપે છે મને બની મલમ,
મારી આંખોને ક્યાં દેખાય કશું એના વિના !
જો ને એની જ યાદમાં ગઝલ લખે મારી કલમ.
દુનિયામાં સૌથી નિરાળો છે મારો વાલમ,
પ્રિયતમ કહું, પ્રિયે કહું કે કહું એને જાનમ,
બસ સતત એનાજ સંગાથમાં રહું રાત દિન,
બે પળ નહીં, સાથે રહેવાના જનમોજનમ.