મારો સુરજ
મારો સુરજ
મારો સુરજ હું નિર્મુ અલગારો,
ધરા તેમજ સાગર વહેણ હો અલગારા.
નદી નાળા અને ઝરણા મારા હો,
હો મારા હંસલા બગલા એમાં તરનારા.
ગગન ફલક સામટો બસ મારું,
એમા ચાંદ તારલા દિપ, અનવરત જલનારા.
કિરતાર પણ મારા હો નોંધારા દસુ
અણુ અણુ અને શકલ સૃષ્ટીને ધડનારા.