STORYMIRROR

Kalpesh Patel

Abstract

3  

Kalpesh Patel

Abstract

મારો સાદ.

મારો સાદ.

1 min
334

હરિ તુજને આજે ફરી, યાદ કરાવું

આ રાંક સાટું દેજે દાદ ….

મારે નથી હવે કોઈ વાદ….હરીવર..


તું જ તારતો ને તું જ ડૂબાડતો 

સઘળા ડૂબાડવા મથે તે શીદ ટાળું,

ભૂલે ક્યાં મુજ સાદ, હરીવર..


કણે-કણમાં અભરે ભર્યો, શરણે કહે ત્યાં આવું

પાવન થવા છોડી તને ગંગા કાંઠે ક્યાં જાવું ?

આલંબ, કરે હવે કેમ વિલંબ ? ..…હરીવર…


આતમ શ્વાસ મારો ધૂપસળી કેરો ચંદન

કૃપા થોડી કરો મુજ પર, યશોદાનંદન

હરિવર કેમ ના સુણે મારો સાદ, હરીવર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract