મારો રોબર્ટ
મારો રોબર્ટ
પાપા પાપા, જોયો મારો રોબર્ટ,
આ છે મારો ફેવરીટ ટોય,
જ્યારે થઈશ તમારા જેવડો,
બનાવીશ હું આવો રોબર્ટ,
રોબર્ટની હું ફેક્ટરી કરવાનો,
ઘણાં ઘણાં એમાં રોબર્ટ કરવાનો,
મારા રોબર્ટ જશે દરેકનાં ઘરમાં,
ને કરશે બધી મમીઓનાં કામ,
મારા રોબર્ટ જશે દરેક ઓફિસોમાં,
ને કરશે બધા કામ જે કરે છે પાપા,
હોસ્પિટલમાં રોહર્ટો જ ફરશે,
ઓપરેશન રોબર્ટ જ કરશે,
મારો રોબર્ટ રોકેટમાં બેસી જશે,
ચંદ્ર મંગળ ને ઉપગ્રહો પર પણ,
રોબર્ટ ચલાવશે કાર ટ્રેન પ્લેનને,
સબમરીન, ચલાવશે આખી દુનિયા,
પાપા જોજો તમે મારી આ કમાલ.
રોબર્ટ સૌ બનશે મારા જ ગુલામ,
