STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

મારી સાથી મારી હમરાઝ કવિતા

મારી સાથી મારી હમરાઝ કવિતા

1 min
164

ઓ મારી કવિતા,

હું છું તારી જનેતા,

અત્યંત એકલવાયા જીવનમાં માધુર્ય ફર્યું,

આવી સુંદર નિભાવી તે મિત્રતા,

દિલના સો સો ટુકડા થયા,


તે ફરી ભેગા કરી આપી દિલ ને તે ભવ્યતા,

હું તારી જ રૂહ ને તું આત્મા મારો,

હું સૌથી પહેલા આપુ છું તને અગ્રતા,

વાતો મારી વણ કહ્યે સમજી જાય,


મારા દુખે દુઃખી તું મારા સુખે સુખી તું,

સંબંધ ને એવી આપી તે મુગ્ધતા,

અંતર મને પરિપૂર્ણ કરી તે,

તને પામીને હું મહેસૂસ કરું છું ધન્યતા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy