STORYMIRROR

chaudhari Jigar

Abstract

2  

chaudhari Jigar

Abstract

મારી મમ્મીની વાત સાચી છે

મારી મમ્મીની વાત સાચી છે

1 min
2.9K

મારી મમ્મીની વાત સાચી છે 

ઘરે થી નીકળતા 

સૂચનાનું લિસ્ટ કહેતી

સાચવીને જજે 

સમય પર ખાઇ લેજે

ઘણું બધું કહેતી

એની આ લિસ્ટમાં ચિંતા હતી

પણ આપણે કયાં સમજી શકીયે

ઘણી વાર ગુસ્સો આપણે

મમ્મી ને કહી દેતા હોય કે ચુપ રે

પણ મારી મમ્મી સાચી છે.


કોઇ પ્રસંગ જતા ત્યારે 

ઘણી વાર પૂછતી

બરાબર લાગું છે ને ?

આટલું જ બોલવાનું ને ?

જાણે મમ્મી પર હુકમ ચલાવતા હોય એમ 

પણ મારી મમ્મી સાચી છે.


શબ્દો સરળ છે કાવ્યના

લખી છે કવિતા મમ્મી પર

કંઇ પણ વાત હોય

પણ મારી મમ્મીની વાત સાચી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract