મારી મા
મારી મા
ઉદાસ છે એ માસુમ બાળા,
ભરી આંખે ચાલે પગપાળા.
ચાલી ચાલી હવે થાકી એ,
હાથ ટેકવીને બેસી પડી તે.
ત્યાં પગે અથડાયું કાંઈક,
જોતા લાગે થોડુ અજીબ.
આમતેમ ફેરવી જોઇ રહીં
શું હશે આમાં છુપાયું કંઈ?
હાથ વડે ઘસીને સાફ કર્યું,
જીન પ્રગટ થઈને આવ્યુ.
બોલ્યું એ હુકમ મેરે આકા,
શું છે કોઈ આપની ઇચ્છા?
મને તો જોઈએ મારી મા,
તારો બની ચમકે છે એ ત્યાં.
