STORYMIRROR

Nirali Shah

Abstract

4  

Nirali Shah

Abstract

મારી જીવની

મારી જીવની

1 min
521

હા, મને યાદ છે આપણી એ પ્રથમ મુલાકાત,

જેમાં હોઠ ને બદલે માત્ર આંખોથી જ આપણે કરી હતી વાત,


આવ્યા હતાં તમે મને જોવા પ્રથમ વાર મારે દ્વાર,

ત્યારે હતો અષાઢી સાતમી જુલાઈનો મંગળવાર,


પહેલા શ્રાવણીયા સોમવારની સત્યાવીસ જુલાઈ એ થયાં સંપન્ન આપણા વિવાહ,

નિહાળીને આપણી જોડી સમગ્ર જ્ઞાતિમાં થઈ ગઈ વાહ - વાહ,


પગલાં પ્રભુતામાં પાડ્યાં આપણે ચોવીસમી નવેમ્બરનાં મંગળવારે,

બની હું નવવધૂ તમારી ને કરી શુભ દામ્પત્યની શરૂઆત ત્યારે,

સુખી દામ્પત્ય જીવનની ફલશ્રુતિ મળી ત્યારે,


"ધ્રુવીલ" કેરા ફૂલનું આગમન "નિરાલી" ની કૂખે થયું જ્યારે,

એકત્રીસમી ઓક્ટોબરનાં એ મંગળવારની શુભ બપોરે,

પુત્રજન્મથી બન્યાં પતિ - પત્નિમાંથી માત - પિતા આપણે,


Rate this content
Log in

Similar gujarati poem from Abstract