મારી ડાયરી
મારી ડાયરી
બાળકો એટલે રૂંધી નાખે એવી
લાગણીની ભીંસ નહીં,
ભાવનાઓને મળતી મબલખ મોકળાશ એટલે બાળકો.
વર્ષો પછી સાવ અચાનક આંખો પર દબાયેલી જાણીતી હથેળીએ સર્જેલા સ્પર્શ,
ક્ષણિક અંધકારમાં ઊગતો કાયમી મમતાનો ઉજાસ એટલે બાળકો.
બાળકો જ પરિવારનાની રોનક છે,
લાગણીઓ લૂંટાવાનો ખજાનો છે બાળકો.
