મારી ડાયરી
મારી ડાયરી


મારી જાતને ઓળખવા ગઈ ને,
અચંબિત થઈ ગઈ...
ઈશ્વરને શોધવા ગઈને,
મોહ માયામાં ભૂલી પડી ગઈ..
માણસાઈ બતાવવા ગઈ ને અપમાનિત થઈ ગઈ.
પરિવાર ને પામવા ગઈ ને એકલતામાં ખોવાઈ ગઈ,
ભાવના વહેંચવા ગઈ ને લાગણીથી ઘવાઈ ગઈ.
સ્નેહ પામવા ગઈ તો દુશ્મન બની ગઈ,
જિંદગીની દોડમાં હું જીવવાનું ભૂલી ગઈ.
અને..ઉમર યાદ આવી ત્યારે.. શરીરથી હારી ગઈ,
આમ જ મારી જિંદગી ધૂળમાં ગઈ...