મારે પરીઓના દેશમાં જવું છે
મારે પરીઓના દેશમાં જવું છે
તારલાઓ વીણવા મારે આભે ચડવું છે,
ચાંદલિયા સાથે દોસ્તી કરવા આભે ચડવું છે,
આ ઉડતી પરી સાથે રમવા આભે ચડવું છે,
આ તરલિયાંનો બાંધી હીંચકો મારે આભે ઝુલવું છે,
આ પંખી ઓ પાસેથી પાંખ લઈ મારે આભે ઉડવું છે,
આ બનાવી પ્રયત્નોની સીડી મારે સફળતાના આભે ઉડવું છે,
આ પંખીની જેમ મુક્ત આભે ઉડવું છે,
ગીતો ગાવા મારે,હવા સાથે ઝુલવું છે,
મારે આ અનંત આભે ઉડવું છે,
આ પરીઓના દેશની સહેલ કરવી છે.
