STORYMIRROR

Bhavna Bhatt

Drama Thriller

3  

Bhavna Bhatt

Drama Thriller

મારા વ્હાલા પપ્પા

મારા વ્હાલા પપ્પા

1 min
14.3K



પપ્પા મને યાદ છે હજુ હું તમારી રાજકુમારી હતી,

એ ખોળો અને વહાલ હજુ મને યાદ છે,


પપ્પા હજુ યે ભીંજવે છે આંખ તમારી યાદ થી

ખભો, પપ્પા તમારો એ વરસાદ યાદ છે મને,


પપ્પા જીવન ના પાઠ સૌ શીખવાડયા તમે,

હતી સરળ રીત તમારી એ હજુ પણ યાદ છે મને,


પપ્પા સપનામાં આવી વહાલ કરી જાવ છો,

અગાશીમાં હાથ ફેરવી સુવડાવતા યાદ છે મને,


પપ્પા તમારી દુવા થી અડીખમ રહુ છું આ જગત માં,

તમારો સ્નેહાળ ચહેરો હજુ પણ યાદ છે મને,


સ્વાર્થી સંબંધો નિભાવતા સંસારે ઘણું એવું શીખવાડ્યું,

છતાં "ભાવના" મય રહેવાની તમારી એ શીખ પપ્પા હજુ પણ યાદ છે મને...


Rate this content
Log in

Similar gujarati poem from Drama