STORYMIRROR

Arjun Gadhiya

Fantasy

0  

Arjun Gadhiya

Fantasy

મારા મોબાઈલમાં માઘવ હોય...

મારા મોબાઈલમાં માઘવ હોય...

1 min
620


મારા મોબાઈલમાં માઘવ હોય,

કૃપા એવી ગોવાળની હોય…


સિમકાર્ડમાં શામળોને,

મેમરી કાર્ડમાં મુરારી,

મારા કેમેરામાં કાનુડો હોય,

કૃપા એવી ગોવાળની હોય…

મારા મોબાઈલમાં...


સ્ક્રીન પર રે શ્યામજીને,

વોલ પર રે વ્હાલો,

પાસવર્ડમાં જય શ્રી કૃષ્ણ હોય,

કૃપા એવી ગોવાળની હોય…

મારા મોબાઈલમાં...


રીંગટોનમાં રાધેકૃષ્ણ,

નોટિસમાં રે નટખટ,

મારી કોલટ્યુનમાં કાનજી હોય,

કૃપા એવી ગોવાળની હોય…

મારા મોબાઈલમાં...


કોલ પર રે કનૈયોને,

મેસેજમાં મુરલીધર,

મારા મિસકોલમાં મોહન હોય,

કૃપા એવી ગોવાળની હોય…

મારા મોબાઈલમાં...


વ્હોટસેપમાં વલ્લભને,

મેસેંજરમાં મોહન,

ફેસબુક પર પુરૂષોત્તમ હોય,

કૃપા એવી ગોવાળની હોય…

મારા મોબાઈલમાં...


કરજે રે કૃપા એવી હે,

‘અર્જુન’ના રે સારથી,

મારા મોબાઈલમાં ચારધામ હોય,

કૃપા એવી ગોવાળની હોય…

મારા મોબાઈલમાં…


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy