માનવી ફસાયો પ્રતિબિંબની જાળમાં
માનવી ફસાયો પ્રતિબિંબની જાળમાં
પોતાની ભીતર નજર કરવાનું ભૂલી,
ને અન્ય સાથે પોતાની જાતને મૂલવી.
માનવી ફસાયો પ્રતિબિંબની જાળમાં...
પોતાના રંગઢંગ અને પહેરવેશ બદલ્યા,
ને મોંઘામૂલા પહેરવેશ ધારણ કર્યા.
માનવી ફસાયો પ્રતિબિંબની જાળમાં...
પોતાનો મૂળ રંગ ને દેહ ગમતો નથી,
ને વધુ સુંદર દેખાવાનો માર્ગ જડતો નથી.
માનવી ફસાયો પ્રતિબિંબની જાળમાં...
મૂલ્યો ભૂલી પોતાની જાતને છેતરે છે,
ને પોતાનાઓ સાથે દગો કરે છે.
માનવી ફસાયો પ્રતિબિંબની જાળમાં...
દેખાય છે મુખ પર અકળામણ ને હતાશા,
ને સતત વધતી જાય છે આકાંક્ષા.
માનવી ફસાયો પ્રતિબિંબની જાળમાં...
અરીસાની સામે જોઈ શોધે છે પોતાને,
ને બદલવા મથે છે પોતાની જાતને.
માનવી ફસાયો પ્રતિબિંબની જાળમાં.
