STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

માણસ જુઓ કેવો

માણસ જુઓ કેવો

1 min
518

કાચા કાનનો માણસ જુઓ કેવો !

ભૂલ્યા ભાનનો માણસ જુઓ કેવો !


આકાશે જઈ પડ્યો નશો નીચે,

પીધા પાનનો માણસ જુઓ કેવો !


વાગ્યો છે ફડાકો કાળનો તેને,

રૂઠ્યા ધાનનો માણસ જુઓ કેવો !


સંગાથે ન કોઈના રહી શક્યો,

ભાગ્યા માનનો માણસ જુઓ કેવો !


બેસૂરી બનાવી જિંદગી ‘સાગર’,

તૂટ્યા તાનનો માણસ જુઓ કેવો !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy