માણસ આજે મોબાઈલમાં મસ્ત બન્યો
માણસ આજે મોબાઈલમાં મસ્ત બન્યો
ટેક્નોલોજીની દુનિયામાં માણસ આજે મોબાઈલમાં મસ્ત બન્યો
મસ્ત બની મશગૂલ બની આજ ખોટા રવાડે ચડ્યો,
ટેકનોલોજીનો ઉપયોગ કરવો જાણ્યો નહીં ને દેખા દેખીને રવાડે ચડ્યો
ટેક્નોલોજીની દુનિયામાં માણસ આજે મોબાઈલમાં મસ્ત બન્યો,
સાદા ફોનથી વોટ્સએપ પર આવી ટપાલ લખવી ભૂલ્યો
પહેલા કેવી મહેમાનગતિ કરતો આજે ટાઈમ નથી એને મળ્યો,
વોટ્સએપ ફેસબુક પર મિત્રો વધારે શેરી મિત્રોને એ ભૂલ્યો
લાગણીના સંબંધો તૂટ્યા પરિવારને સગાને ભૂલ્યો,
ટેક્નોલોજીની દુનિયામાં માણસ આજે મોબાઈલમાં મસ્ત બન્યો
દેખાદેખીના યુગમાં ખોટા રવાડે ચડયો,
પહેલા ભણતરની સાથે ગણતર ખૂબ હતું
આજે ગૂગલમાં સર્ચ કરતો થયો,
પહેલા હિસાબો મોઢેથી કરતો
આજે કેલ્ક્યુલેટર ના રવાડે ચડયો,
ટેક્નોલોજીની દુનિયામાં માણસ આજે મોબાઈલમાં મસ્ત બન્યો
ખૂબ જ શીખવાનું છે ટેકનોલોજીમાં કયાં જાણે છે,
સારુ સારુ શીખવાની તાલાવેલીમાં ગેમ, પોર્ન ના રવાડે ચડયો,
આ ટેકનોલોજીની દુનિયામાં માણસ માણસ આજે મોબાઈલમાં મસ્ત બન્યો.
