માળો
માળો
તણખલા ભેગા કરી પંખીએ માળો બનાવ્યો,
બહારથી સાવ નાનો પણ અંદરથી મોટો,
એક એક તણખલું ભેગું કરી સુંદર માળો બનાવ્યો,
નાના-નાના બચ્ચાઓને હુંફાળો લાગ્યો,
સવારે ઉડીને ચણ વીણવા જાય પંખી,
રાતે આવીને બચ્ચાને દાણા ખવડાવે,
પાંખો ફૂટી ને બચ્ચા ઉડવા લાગ્યા,
માળો છોડીને ઉડાન ભરી ગયા,
ભરેલો માળો આજે ખાલીખમ લાગ્યો,
પંખી ઉડીને બીજે ઝાડ બેઠા,
આ પંખી જેવું જીવન "ભાવના" જીવીયે,
દરેકને મોકળાશનો લ્હાવો દઈએ....!
