STORYMIRROR

'Sagar' Ramolia

Children

3  

'Sagar' Ramolia

Children

માળી

માળી

1 min
589

માળીભાઈ ભરી લાવે ફૂલની ઝોળી,

ફૂલો ભરી છલકાવે ફૂલની ઝોળી,


પાવડો ને કોદાળી લઈ બગીચામાં જાય,

ક્યારો બનાવે ભૂમિ ગોડી-ગોડી,

માળીભાઈ.....


ખાડે-ખાડે એ નવો છોડ વાવે,

ફૂલ આવે ને પામે ખુશી બહોળી,

માળીભાઈ.....


ખૂરપી લઈને છોડે-છોડે ફરે,

નકામો કચરો કાઢે ખોળી-ખોળી,

માળીભાઈ.....


કોઈ છોડ નબળો દેખાય તો,

ખાતર નાખે ને છોડ જાય કોળી,

માળીભાઈ.....


રૂડો બગીચો જાણે પરીઓનો દેશ છે,

આનંદથી રમે ત્યાં બાળટોળી,

માળીભાઈ.....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children