Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract

4.8  

Bharat Thacker

Abstract

મા બાપ – પ્રેમનો અસીમ વ્યાપ

મા બાપ – પ્રેમનો અસીમ વ્યાપ

1 min
629


આપણને મળેલ જિંદગી, મા બાપે આપેલ અલૌકિક જીવનદાન હોય છે,

મા બાપ છે, પહેચાન, મા બાપ આપણી જિંદગીનું બહુમાન હોય છે,


દરેકે દરેકની જિંદગીમાં હોય છે, મા બાપની અહેમિયત ખાસ

સંતાનની દરેક સમસ્યાનું મા બાપ પાસે સમાધાન હોય છે,


સંતાન આવે જિંદગીમાં ને બદલી જતી હોય છે, મા બાપની જિંદગી

સંતાન બની રહે સર્વ રીતે સુખી, માત્ર એટલા સપના અને અરમાન હોય છે,


સર્મિપત રહે છે, પૂરી જિંદગી માત્ર સંતાનને સુખી કરવા માટે

મા હોય ધરતી જેવી સહનશીલ, બાપ સુરક્ષાનું આસમાન હોય છે,


એ છે, હકીકત કે મા બાપ જેટલી કોઈ પણ ન રાખી શકે કાળજી

મા બાપની દરેક પ્રવૃતિમાં સંતાનની આશિષ અંગે અનુસંધાન હોય છે,


શબ્દોની શું હેસિયત કે બતાવી શકે જિંદગીમાં મા બાપનું સ્થાન

એવું લાગે છે, દરેક ને કે, મા બાપથી આગળ માત્ર ભગવાન હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract