લટાર મારવા જઈએ
લટાર મારવા જઈએ
બહુ થયું યાર ... હવે, ચાલ લટાર મારવા જઈએ,
પ્રકૃતિની સૌંદર્યતાને માણવા, મનભરી લટાર મારવા જઈએ,
યાદોની વણઝારને માણવા, સ્વપ્નભરી લટાર મારવા જઈએ,
આનંદના અવસરને માણવા, ખુશીઓની લટાર મારવા જઈએ,
સાચા જીવનનો સ્વાદ ચાખવા, સંઘર્ષની લટાર મારવા જઈએ,
'પ્રણવની કલમે' કવિતાઓની દુનિયામાં, શબ્દોની લટાર મારવા જઈએ.
