લોહીની સગાઈ
લોહીની સગાઈ
કેવી અર્પી છે સંવેદનાની અનુભૂતિ,
જન્મ પહેલાં પણ સ્પર્શે સહાનુભૂતિ,
મારાં ભઈલા માટે હું રોજ હરખાતી,
હજું હતો મારી માતાનાં ઉદરમાં પણ,
એક લાગણીની બની ગઈ'તી સગાઈ,
માતા સંગ હુંય કરતી પ્રેમભરી વાતો,
મનેય ક્યાં ખબર કે બેબી છે કે બાબો,
બસ કોઈ આવશે મારૂં પણ સાથીદાર,
એની સાથે હું વહેંચીશ બધુંય વારંવાર,
લોહીની સગાઈ તો અકબંધ રહેવાની,
નાનકડી અલપઝલપ ચાલું રહેવાની,
બહું થોડાં દિવસો બાકી આગમનના,
ને સર્જાયો એક નાનકડો અકસ્માત,
તાબડતોડ કરવામાં આવી સારવાર,
છતાંય ગુમાવ્યો મેં મારો જોડીદાર,
મારી યાદને પીડા હજુયે સચવાઈ,
કારણ હતી અમારી લોહીની સગાઈ !!