STORYMIRROR

Mayur Rathod

Inspirational Thriller

4  

Mayur Rathod

Inspirational Thriller

વૃદ્ધાશ્રમ

વૃદ્ધાશ્રમ

1 min
228

હૈયાનું રક્ત રેડી-રેડી કર્યું તારું પાલન,

આવ્યા ઉમળકાથી કર્યું અપત્ય લાલન,


આંગળી પકડતાં પહોંચો ઝાલતો તું,

નરમ છોડનું કાળજીપૂર્વક કર્યું જતન,


તને દુઃખ થતા ભૂલ્યા અમારું અસહ્ય દુઃખ,

વેઠતા અકળ અનેક વિપદા ભરાતા નયન,


એ જનમ આપવાની છેલ્લે કેવી કરુણા આવી,

મન કાજ નાના પડ્યા તને દીકરા તારા ભવન,


જ્યારે નબળી પડી ગઈ અમારી દીકરા કાયા,

લાગ્યો ભાર અમારો વ્હાલા દીકરા પવન,


છોડી આવ્યો અમને વૃદ્ધાશ્રમ ભૂલી કૃતજ્ઞતા,

અહો ! કેવી આવી કરુણા, કેવું આ જીવન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational