STORYMIRROR

ચૈતન્ય જોષી

Thriller Others

4  

ચૈતન્ય જોષી

Thriller Others

મંજૂરી- મજબૂરી

મંજૂરી- મજબૂરી

1 min
184

ક્યારેક મંજૂરી હોય છે; ક્યારેક મજબૂરી હોય છે,

સારું જીવનારી દિનદશા હંમેશને માટે બૂરી હોય છે,


પથ્થરમાંથીય પાણી પ્રગટાવી શકાય છે પુરુષાર્થે,

દુનિયાનાં વખાણમાંય પરખાતી મીઠી છૂરી હોય છે,


વખત આવતાં જગત પણ નમી જનારું હોય છે,

પણ નમનમાં સાપ જેમ ડંખચાહ અધૂરી હોય છે,


લાગે સાવ આપણાં પોતાનાનેય ભૂલાવી દેનારા,

ગરજ હોય મધુભાષી; આપણાથી દૂરી હોય છે,


ના કહે કશોય ભેદ સાવ અજાણ જેમ વર્તતાને,

બાકી માહિતી સૌથી વધારે ધરાવતા પૂરી હોય છે,


Rate this content
Log in

Similar gujarati poem from Thriller