STORYMIRROR

Mehul Patel

Inspirational Thriller

4  

Mehul Patel

Inspirational Thriller

જીવી લે

જીવી લે

1 min
391

ખોટી દોડધામ કરે છે કેમ ?

ઘડીકવાર તો આરામ કરી લે !


તું જીવન જીવે છે કેમ ?

તારી જાત સાથે તો ચર્ચા કરી લે !


નિત નવા સવાલ કરે છે કેમ ? 

પહેલા મહેનત તો કરી લે !


કંઇક ખાસ કરતાં પાછો પડે છે કેમ ?

એકવાર શરૂઆત તો કરી લે !


રોજ માત્ર વિચારો કરે છે કેમ ?

માત્ર એક વિચારને સ્વરૂપ તો આપી દે !


જિંદગીની ભીખ માંગે છે કેમ ?

જે મળી છે એ તો જીવી લે !


ચર્ચા કરીને તારી જાત સાથે,

જિંદગીનો ભાવાર્થ તો સમજી લે,


સાચા અર્થમાં એકવાર,

તારી જિંદગી તો જીવી લે.. !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational