Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Fantasy Thriller Others

4  

Bhavna Bhatt

Fantasy Thriller Others

એક કહાની

એક કહાની

1 min
218


આવો ભકતો તમને સંભળાવું,

વાતો મારી ચેહર માતાજીની,


એ નગર હાલડીમા પ્રગટ્યાં, 

દરબારને ત્યાં પારણે ઝૂલ્યા.


નાગણી રૂપે ઉત્પતિ થઈ છે,

ચાલો સૌને હું સંભાળવું કહાની.


નગરતેરવાડામાં સાસરે આવ્યા,

ઓઘળનાથજી ગુરુની સેવા કરતાં,


શંકર ભગવાનની ભક્તિ કરતાં રે,

સાસરીયાને વહેમ પડ્યો રે,


ગંગાજળીયા કૂવામાં નાંખ્યા રે,

ઘરે આવ્યા તો ચેહર મા ઘરમાં,


હાથે શ્રીફળ લઈ ફર્યા ભૂવા ત્યાં,

કૂવામાંનું પાણી રંગ બદલે રે,


ગામ જનો સૌ ભેગાં મળીને ત્યાં,

ચેહર મા નું મંદિર બનાવ્યું જ્યાં,


નગરતેરવાડાથી મરતોલી આવ્યાં,

ગામનાં પાદરે કંકુ પગલાં થયાં રે,


ગામ મેદની ભેગી મળી સૌએ,

આવકાર આપ્યો પૂજન કર્યા રે,


મરતોલી મંદિર બનાવ્યું રે,

વખડી નીચે માના પગલાં રે,


સૌએ કર્યા ચરણમાં નમન રે,

સમજી ચેહર મા ને પૂજતા રે,


હરખનાં માયો અડાલજ આવ્યા,

અમૃત સરીખો આનંદ થયો ત્યાં,


રૂપાબા, નાયણ નાગરની ભક્તિ,

કર્યા નાતમાં માતા એ પરચા રે,


વહેલી પરોઢનાં છમ છમ કરતી,

આવી પહોંચ્યા ગોરના કૂવે રે,


મધ મીઠી વાતલડી ચેહર મા ની,

ભાવનાને આવડ્યું એવું લખ્યું રે,


ભટ્ટ પરિવાર ભાવે ભજતાં રે,

પેઢીઓ તારી ચેહર મા એ રે,


ચેહર મા હાજરાહજૂર છે રે, 

ભકતોની ભીડ ભાંગતા રે,


કરે દિલથી એમને યાદ જ્યાં,

મળે કોઈ ને કોઈ સ્વરૂપે ત્યાં,


આધુનિકતાની આંધીઓ આવતાં,

છતાંય ચેહર મા વ્હારે આવતાં રે,


હવે ગામે ગામ ચેહર મા પૂજાય રે

ઘર ઘરમાં મા નું નામ ગૂંજતું થયું રે,


વિસરાઈ ગઈ ૯૦૦ વર્ષની વાતો,

રહી બસ ભૂતકાળ સમી એંધાણી,


પણ હા ચેહર મા હાજરી દેતાં રે

આવીને લહેર કરાવતાં માડી રે.


આવડી એવી કહાની લખી છે,

ભૂલચૂક થઈ હોય તો કરજો માફ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy