Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Classics Thriller

3  

Bhavna Bhatt

Classics Thriller

લીલી યાદોનો બાંકડો ...

લીલી યાદોનો બાંકડો ...

1 min
297



આમ જુઓ તો હરિયાળી છે ને આમ જુઓ તો ખાલીખમ,

આમ જુઓ તો ક્યાંય નહીં ને આમ જુઓ તો લીલુછમ.


આમ જુઓ તો યોજન - યોજન અફાટ રણ દિલમાં,

આમ જુઓ તો દૂર સુધી બસ નંદનવન છે યાદોમાં .


આમ જુઓ તો યુગો-યુગોથી ભાવના ભીતર મા સન્નાટો,

આમ જુઓ તો રંગ-રંગની ક્ષણે-ક્ષણે પ્રગટે "સરગમ".


આમ જુઓ તો કદી આંખથી છલકે થઈને અશ્રુજળ,

આમ જુઓ તો બુંદ - બુંદ એ ટપકે થઈ યાદે અમીજળ.


આમ જુઓ તો આઘેથી પણ એ જ બાંકડો રાહ જોતો,

આમ જુઓ તો બાંકડો કોઈ ના આવવાની વાટ જોતો...!


Rate this content
Log in

Similar gujarati poem from Classics