STORYMIRROR

kusum kundaria

Classics

3  

kusum kundaria

Classics

'ક્રાંતિ'

'ક્રાંતિ'

1 min
757


ક્રાંતિવીરોએ આઝાદીની જુવાળ જગાવી કેવી.

દેશમાંથી અંગ્રેજોની ગુલામીને ભગાડી કેવી.!


કેટલા જુલ્મ સહ્યા હતા દેશના લોકોએ,

બુઝાઇ ગયેલા સ્વપ્નમાં ધૂણી ધગાડી કેવી.!


ભગતસિંહ સુખદેવ અને રાજગુરુએ રોપ્યાં,

ક્રાંતિ કેરા બીજને, અંગ્રેજોની બાજી બગાડી કેવી.!


દુશ્મનોને એકતાનો એવો પરચો બતાવ્યો,

સ્વતંત્રતાના નારા સાથે બુંગલ વગાડી કેવી.!


મોતને મુઠ્ઠીમાં લઇને ફરતો દરેક દેશવાસી,

ગુલામી હટાવવા મર મીટવાની હોડ લગાડી કેવી.!


Rate this content
Log in

Similar gujarati poem from Classics