STORYMIRROR

Shaurya Parmar

Classics Inspirational

3  

Shaurya Parmar

Classics Inspirational

જાણી લે

જાણી લે

1 min
795



તું છે હનુમાન,

મને જામવંત માની લે,

તું છે શક્તિમાન,

તારી શક્તિઓ જાણી લે,


માથે હાથ રાખી ના બેસ તું,

આ દરિયો ખેડનાર ફકત તું,

તું નથી નિરાધાર,તું છે હાહાકાર,

તારી શક્તિઓ જાણી લે,

તું છે હનુમાન,

મને જામવંત માની લે,


ભલે હોય મોટા પહાડ,

બોલ શ્રીરામ,થઈ જા વિશાળ,

દોડવાની સાથે સાથે ઉડવાની,

તારી શક્તિઓ જાણી લે

તું છે હનુમાન,

મને જામવંત માની લે,


દોડતા કે ઉડતા,આપત્તિઓ આવશે,

સમંદર મોટી સમસ્યાઓ લાવશે,

તું જાતે જ અપાર,થઈ જા આરપાર,

તારી શક્તિઓ જાણી લે,

તું છે હનુમાન,

મને જામવંત માની લે,


સામે કિનારે,હશે લંકા,

પહોંચીશ તું,નથી શંકા,

ત્યાં માતાનો પ્યાર,છે ચમત્કાર,

તારી શક્તિઓ જાણી લે,

તું છે હનુમાન,

મને જામવંત માની લે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics