STORYMIRROR

Parul Thakkar "યાદે"

Classics

3  

Parul Thakkar "યાદે"

Classics

મારી જિંદગી

મારી જિંદગી

1 min
971


ચાલીસી પછીની મારી જિંદગી તને સલામ છે,

ઉમરની ચાડી ખાતા ચશ્મા ચહેરાને નવો લૂક આપે છે


વાળની સફેદીથી આમ તો નિરાશ નથી,

બ્રાઉન કલરનો ટચ નવી ઓળખાણ બનાવે છે,


હા આંખ નીચેના કુંડાળા થોડા વધુ ઘેરા થયાં છે

પણ એનાથી કાજળનો કાંઈક ઔર જ ઉઠાવ આવે છે,


જવાબદારીઓમાંથી મુક્ત થઈને શુ કરીશ

એ વિચારવાનો સમય જ ક્યાં મળ્યો છે મને !


સમજણ પરિપક્વ થઈ છે અને મેં પણ

આ બદલતા જમાના સાથે તાલ મેળવ્યો છે.


નથી હારી હિંમત, જોશ હજી જાળવી રાખ્યો છે,

થાક ભલે લાગતો હોય શરીર ને.. મન ને તો સદા સદાબહાર રાખ્યું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics