STORYMIRROR

Dave Anand

Classics

3  

Dave Anand

Classics

શરૂઆત પ્રોઢાવસ્થાની!

શરૂઆત પ્રોઢાવસ્થાની!

1 min
2.7K



વાળમાં ડોકાતી હતી સફેદી ને,

ચશ્મા પણ હતા લેટેસ્ટ ફ્રેમના,

અવિરત હતો અનુભવનો સાથ,

શું આજ હતી પ્રોઢાવસ્થાની શરુઆત?


વિચારોનો સમુદ્ર ઘુઘવાતો હતો મનમાં,

શું કરીશ નિવૃતી પછી?

નિવૃતી તો હોતી નોકરીમાંથી,

પણ આતો હતી જીવનની નવી શરુઆત,

શું આજ હતી પ્રોઢાવસ્થાની શરુઆત?


હતી સમજણમાં પરીપક્વતા,

દ્રષ્ટીકોણે મેળવ્યો હતો જમાના સાથે તાલ,

શીખવ્યું પંખીઓને ઉડતા પોતાની પાંખથી,

ને આપ્યુ ઉડવા ખુલ્લુ આકાશ,

શું આજ હતી પ્રોઢાવસ્થાની શરુઆત?


વહેતા આ જીવનમાં,

જેનો સદા હતો સાથ,

સાથી હતી એ જીવનની,

ચંચળતાથી ઠહેરાવ સુધીની આ સફરમાં જેનો 'સ્પર્શ' હતો કંઇ ખાસ,

શું આજ હતી પ્રોઢાવસ્થાની શરુઆત?


Rate this content
Log in

Similar gujarati poem from Classics