STORYMIRROR

Dave Anand

Others

3  

Dave Anand

Others

શરૂઆત પ્રોઢાવસ્થાની

શરૂઆત પ્રોઢાવસ્થાની

1 min
10.2K


વાળમાં ડોકાતી હતી સફેદી ને,

ચશ્મા પણ હતા લેટેસ્ટ ફ્રેમના,

અવિરત હતો અનુભવનો સાથ

શું આજ હતી પ્રોઢાવસ્થાની શરુઆત ?


વિચારોનો સમુદ્ર ઘુઘવાતો હતો મનમાં,

શું કરીશ નિવૃતી પછી ?

નિવૃતી તો હોતી નોકરીમાંથી,

પણ આતો હતી જીવનની નવી શરુઆત.

શું આજ હતી પ્રોઢાવસ્થાની શરુઆત ?


હતી સમજણમાં પરીપક્વતા,

દ્રષ્ટીકોણે મેળવ્યો હતો જમાના સાથે તાલ,

શીખવ્યું પંખીઓને ઉડતા પોતાની પાંખથી,

ને આપ્યુ ઉડવા ખુલ્લુ આકાશ,

શું આજ હતી પ્રોઢાવસ્થાની શરુઆત ?


વહેતા આ જીવનમાં

જેનો સદા હતો સાથ,

સાથી હતી એ જીવનની,

ચંચળતાથી ઠહેરાવ સુધીનીઆ સફરમાં

જેનો 'સ્પશૅ' હતો કંઇ ખાસ,

શું આજ હતી પ્રોઢાવસ્થાની શરુઆત ?


Rate this content
Log in