STORYMIRROR

Margi Patel

Classics

3  

Margi Patel

Classics

મીરાં

મીરાં

1 min
751




કૃષ્ણનું નામ છે મીરાના શ્વાસમાં,

શ્વાસે માધવ છલકાય આશમાં.


કૃષ્ણનો ભાસ સદાય આસપાસ,

હોય મોહન મીરાના આભાસમાં.


રાત દિવસ જપે મીરાં માધવ નામ,

ને, જીવન પુરાય નવા ઉજાસમાં.


ત્યાગીને પછી સંસારની મોહ માયા,

મીરા થઈ ઘેલી કાનના અહેસાસમાં.


વાંસળીની ધૂન પર ગુંજતી રે મીરા,

ઝંખે મીરા કૃષ્ણ સંગ રમવા રાસમાં.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics