STORYMIRROR

Arjun Gadhiya

Classics Tragedy

3  

Arjun Gadhiya

Classics Tragedy

કોઈ નો મળ્યા

કોઈ નો મળ્યા

1 min
393


{ સૈનાની શૌર્યતા પર સવાલ ઉઠાવનારા દેશનાં રાજકારણમાં ઘણા લોકો જોવા મળે છે પરંતુ એક સૈનિકે આ રાજકારણીઓ પર નજર નાખી તો તેને કેવા નેતાઓ ન જડ્યા, એની કવિ કાગનાં ભજન પરથી એક કલ્પના...}


(ઢાળ : અમે નિસરણી બનીને ઉભા...)


અમે બંધૂકા લઈને સીમાડાં પર ઉભા રે,

પૂછનારા કોઈ નો મળ્યા હો… જી…


અમે કફન બાંધીને યુદ્ધ લડ્યા રે,

જોનારા કોઈ નો મળ્યા હો… જી…


દિ-રાત એક કર્યા અમે નજરૂ રાખવા રે,

બે ઘડી સૂવા કાજ રે,

કહેનારા કોઈ નો મળ્યા હો… જી…


તાપ-ટાઢ-વરસાદ અમે ન ગણકારીયા રે,

બરફમાં દટાયા ત્યારે રે,

કાઢનારા કોઈ નો મળ્યા હો… જી…


ઘર-પરિવાર છોડ્યા અમે બાંધવોને કાજ રે,

તે દી એની ચિંતા રે,

કરનારા કોઈ નો મળ્યા હો… જી...


સામી છાતીએ ગોળી ઝીલી અમે નાહ્યા લોહીથી રે,

અમારા ઘાવ સાફ રે,

કરનારા કોઈ નો મળ્યા હો… જી...


તિરંગા ઓઢી પછી અમે સ્વર્ગાપુર હાલ્યાં રે,

તે દી ‘અર્જુન’ ખભ્ભા રે,

દેનારા કોઈ નો મળ્યા હો… જી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics