STORYMIRROR

Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

સારથિ

સારથિ

1 min
779


માયાનાં મૃગજળ આ છળતાં, દૂર દૂર દેખાતાં સરતા,

ત્રિવિધ તાપમાં તરસે મરતાં, સારથિ બની પાર ઉતારો.


વળ પાછો વળ ખેલ જગતનાં, પળ પળમાં પલટાતા,

મિથ્યા સ્વપ્નો કદી ના ફળતા, સારથિ બની પાર ઉતારો.


કર્મબંધનો ભાવી ઘડતાં, ઋણ સંબધે આવી મળતાં,

ભાન ભૂલ્યો ભવસાગરમાં ભમતાં, સારથિ બની પાર ઉતારો.


તન મનથી તોડી તું ભ્રમણા, જોડ ચિત શ્રી હરિમાં,

સદા રહે પ્રભુ ભેળા, સારથિ બની પાર ઉતારો.


મન મૂરખ બની ભટકે ભવભવ ભૂલ કરીને,

સાચા સાથી એક હરિ, સારથિ બની પાર ઉતારો.


ના જાણું પૂજન રીતિ, કરુ ભાવનાથી વિનંતી,

રાખો દયા દ્રષ્ટિ હરિ, સારથિ બની પાર ઉતારો!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics