શતરંજની રમત ( ચેસ)
શતરંજની રમત ( ચેસ)


એક ચોરસ ફલક પર ૬૪ ખાના
એમાં ૩૨ કાળા, ૩૨ ધોળા ખાના
એકતરફ ૧૬ સફેદ મોહરા
બકીજીતરફ ૧૬ કાળા મોહરા
સફેદ રાજા સફેદ ખાને, વિરાજે
કાળો રાજા કાળા ખાને વિરાજે
૮ કાળા સામે ૮ ધોળા પ્યાદા ,
૧-૧ સીધું ડગલું ભરતા જાય
દુશ્મનને એ મારવા કાજે,
એક આડું ડગલુ ભરતા જાય
ચારેય ખૂણામાં તો હાથી ઊભા
એ સીધા અથવા આડા જ ચાલે
હાથીની બાજુમાં તો ઊંટ ઊભા
ઊંટ તો હંમેશા ત્રાસા જ ચાલે
ઘોડા તો છે હાથી-ઊંટથી વચલા
તબડીકની બદલે ચાલે અઢી ડગલા
વજીર સૌ દિશામાં લાંબા ડગલા ચાલે
રાજા તો કેવળ એક ડગલું જ ચાલે
પણ ચેક વિના પહેલું ડગલું ના ચાલે
જો ચેક-મેટ થાય તો રાજાનુ એ ના ચાલે