મૉર્ટર્ડમ ડે- ૨૩ માર્ચ
મૉર્ટર્ડમ ડે- ૨૩ માર્ચ
ચાર દિવાલ વચ્ચે એક ભગત કેદ હતો,
દિવાનગીનો એની કેવો ખૌફ હતો...
નજરો સામે જ હતો ૧૧૬ દિવસ,
છતા હર પળ અંગ્રેજો ને એક ડર હતો..
એ કેદ કરી ને ભૂલ કરી બેઠા છે ,
એવો એમને ખયાલ પણ નહોતો..
ક્રાંતિ ની જ્યોત બુઝાવવા પ્રયાસ તો કર્યો,
કેદ કરીને પણ કોઇ અંગ્રેજ ખુશ નહોતો...
કેમ શાંત થાય આખરે એ ચિંગારી,
આંખો સામે જ જલીયાવાલા કાંડ થયો હતો..
મુંઝવણમાં હતા હર એક બ્રિટિશર,
સવાલ એવો મન માં એવો થયો હતો..
ગુલામી નહોતી કરવી આગળ,
સ્વતંત્ર ભારત જોઇએ નિશ્ચય એવો કર્યો હતો..
સૌની આંખે "હીર" છલક્યુ હતુ ત્યારે,
જ્યારે આખરી ઇંકલાબ નો નારો લાગ્યો હતો..
આખરી ઇચ્છા ગળે મળવાની કહી,
હસતા-હસતા ફાંસીનો ફંદો એણે ચુમ્યો હતો.
