STORYMIRROR

પ્રેમ ના સરનામે - અનામી HeeR

Classics Thriller

5.0  

પ્રેમ ના સરનામે - અનામી HeeR

Classics Thriller

નીકળ્યો છું

નીકળ્યો છું

1 min
1.0K


ગુમનામ બાળકને આજ દર્પણમાં શોધવા નીકળ્યો છું ,

બંધ આંખે હું દીવો લઈ તને શોધવા નીકળ્યો છું ,


શું હકીકતોથી વાકેફ નથી હું ?

આજ ફરીથી હું મને મળવા નીકળ્યો છું,


મારાથી મને થોડુક છુપાવીને ,

હું ખુદથી ખુદને છળવા નીકળ્યો છું ,


ખરા તડકામાં સૂર્યને આપવા છાંયો,

આખેઆખો હું બળવા નીકળ્યો છું ,


રણ બની થાકી ગયો જીવનભર,

હવે ઝરણુ બની તારામાં ભળવા નીકળ્યો છું ,


જે મંજીલ પર મારે પહોંચવું હતું,

અડધે રસ્તે જ પાછું વળવા નીકળ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics