STORYMIRROR

પ્રેમ ના સરનામે - અનામી HeeR

Drama Romance

2  

પ્રેમ ના સરનામે - અનામી HeeR

Drama Romance

મારી ચા

મારી ચા

1 min
1.4K


એ તું જ હતી...


જેણે મારું ખુદથી મિલન કરાવ્યુ,

જેને જોઇને મારું મન ઉદાસી મા પણ હરખાયુ..


એ તું જ હતી...


જેની પાસે મેં મારા મનની વાત દિલ ખોલીને કીધી,

જેણે હું જ્યારે અટવાયા હોય ત્યારે સાચી રાહ ચીંધી..


એ તું જ હતી...


જેણે મારી હર એક વાતો ધ્યાનથી સાંભળી,

જેના વગર મહેનત સવાર પણ લાગે ધૂંધળી..


એ તું જ હતી...


જેણે મારા મનમાં ઉઠેલા સવાલો ના જવાબ આપ્યા,

જેણે પોતાના સવાલના જવાબ કદી ના માંગ્યા...


એ તું જ હતી...


જેના વગર ગુલાબી સવાર પણ સુની લાગે અને,

જેના વગર અજવાળી રાત પણ અમાસ સમ લાગે..


એ બીજુ કોઇ નહી " મારી ચા " હતી...


હા... એ તું જ હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama