STORYMIRROR

પ્રેમ ના સરનામે - અનામી HeeR

Romance

3  

પ્રેમ ના સરનામે - અનામી HeeR

Romance

મુલાકાત

મુલાકાત

1 min
710


કેવી અણધારેલી ન જાણે એ રાત હતી,

એક નવા સફરની કરેલી શરૂઆત હતી.


સજાવટ કરી ને રાખ્યા તેમના માટે જે,

એક પલની એ ધારેલી મુલાકાત હતી.


લાગતું હતું કે હકીકત જ છે આ બધુ,

નરી આંખે જોયેલા શમણાની વાત હતી.


આંખ ના ઇશારે એ બધુ સમજી ગયા

આંસુ થકી કહેવાણી એ હકીકત હતી..


રુદન પાછળ પણ મલકાતી દેખાઇ,

હૈયે અને ચહેરે એવી માસુમીયત હતી..


કેદ કરી લેવા છે દરેક "પલ"ને હવે

વહી ના જાય તેવી આશ હયાત હતી.


-


ફરી એકવાર થયેલી એ મુલાકાત હતી,

વિવાદ ભૂલીને કરેલી નવી શરૂઆત હતી..


આંખે ભલે સમજાવ્યા શમણા હજાર,

એ હૈયા ભીતર સમાયેલી કયામત હતી..


દુઆ આખરે કેવી કબુલ થઈ દરબારમાં.!!

મારાથી દુર રહી ને પણ એ સલામત હતી...


સરકી ગયુ "હીર" બધુ આંખે આંસુ થકી,

મૌન રહી ને કરેલી એવી રજુઆત હતી...


વાત હૈયે હતી છતા ના શબ્દે કહી શકી,

ઇશારે વાત કહી દીધી એવી નઝાકત હતી..


સંઘરી રાખ્યા યાદોમાં એ "પલ" ને હવે,

વિસરી ના વિસરાય એવી મુલાકાત હતી.


-


poeTry Collaboration by Bro-sis



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance