STORYMIRROR

પ્રેમ ના સરનામે - અનામી HeeR

Others

4  

પ્રેમ ના સરનામે - અનામી HeeR

Others

અનામી હીરની યાદો ના પલ

અનામી હીરની યાદો ના પલ

1 min
1.1K


બાળપણથી જ લડવું પડશે એવી જિંદગી હતી,

કિસ્મતની સાથે જ લડાઈ થશે એવી જિંદગી હતી.


ખબર હતી કે ટૂંકી છે આ જિંદગીની સફર,

પણ ખુદ માટે કંઈક કરવું એવી રવાનગી હતી.


"અનામી" બની એ ઝગમગતો રહ્યો દરેકમાં,

લોકોના દિલમાં રાજ કરે એવી આ માંદગી હતી.


રુદન છુપાવી બધાને હસાવ્યા કરે છે એ "હીર",

અંતરમાં કેટલું રડે છે વાત એવી ખાનગી હતી.


દરેક "પલ" ને રાઝ બનાવીને રાખ્યા છે તેમણે,

દફનાવેલા રાઝને શબ્દમાં લખવા એવી પસંદગી હતી.


"યાદો" ને સજાવવાનું શીખ્યા એ રાધા પાસેથી,

નાનકડી વાતમાં રાધાની યાદ એવી નવરંગી હતી.


"અનામી હીર"ને તો ફક્ત શ્રી કૃષ્ણની જરૂર હતી,

છતાં "યાદો" ના "પલ" ની એવી મોજુદગી હતી.


Rate this content
Log in